લંડન. બ્રિટનના પ્રસિદ્ધ સાંસ્કૃતિક ગ્લાસ્ટનબરી મહોત્સવમાં આ વખતે રાજસ્થાનના રાજસી તંબુ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો હતો. આ મહોત્સવમાં દરેક વર્ષની જેમ આ વર્ષે પણ લાખો લોકો આવ્યાં હતાં.
આ મહોત્સવનું આયોજન દરેક વર્ષે દક્ષિણ પશ્ચિમ બ્રિટનમાં ગ્લાસ્ટનબરી શહેરમાં કરવામાં આવે છે. ગ્લાસ્ટનબરી મહોત્સવ સંગીત, હાસ્ય, રંગમંચ પ્રદર્શન, સર્કસ, કૈબ્રે, નૃત્ય સિવાય ઘણી કળા માટે પ્રખ્યાત છે જેની અંદર કલાકાર પોતાની કળાને દર્શાવે છે.
મહોત્સવ સ્થળની નજીક એક ફાર્મની માલિક જેની લેડરમેને કેરલની શિબિરમાં રહેવા માટે સાત હજાર પાઉંડની ફીઝ ઉઘરાવી રહી છે.
તેમણે આની માટે રાજસ્થાનથી 75 શાનદાર તંબુ મંગાવ્યાં છે જે 28 ફુટ લાંબા તથા 13 ફુટ પહોળા છે.
આ મહોત્સવ 27 જુનથી 29 જુન સુધી આયોજીત કરવામાં આવ્યો હતો અને તેના આયોજન પર 2.2 કરોડ પાઉંડ ખર્ચ થયો હતો.
|