વૈજ્ઞાનિક સ્તનના એક્સ-રેને ત્રિઆયામી સ્વરૂપમાં જોવા માટે નવી ટકનીક પર પ્રયોગ કરી રહ્યુ છે. તેમનુ લક્ષ્ય છે સ્તન કેંસરને રોકવા માટે શ્રેષ્ઠ રીત શોધી કાઢવાની.
જે વિશેષ ગ્લાસનો ઉપયોગ વિકિરણ વૈજ્ઞાનિકો કરે છે તે એકમાત્ર વિશેષ ઉપાય નથી. માયો કિલનિક એક નવા પ્રકારના કેમરાનુ પરીક્ષણ કરી રહ્યુ છે જે એમઆરઆઈ પરીક્ષણોને મળનારી આકૃતિઓને પડકાર આપી શકે છે.
બંને ટેકનીકો હાલ પરીક્ષણના હેઠળ છે, પરંતુ આ શોધ પર લોકોની નજર ખાસ કરીને એ માટે જમેલી છે, કારણકે આનુ લક્ષ્ય થોડુ ખાસ છે. અમેરિકામાં 50થી ઓછી આયુના અડધા અને 50થી વધુ આયૂની ત્રીજા ભાગની મહિલાઓના સ્તનોનુ ઘનત્વ વધુ છે.
વધુ ઘનત્વવાળા સ્તનમાં વધતા ટ્યુમર વિશે જાણવુ મુશ્કેલ જ નહી પરંતુ એ પણ એક હકીકત છે કે વધુ ઘનત્વવાળી સ્ત્રીઓને સ્તન કેંસર થવાની શંકા પણ વધુ હોય છે.
ફક્ત મેમોગ્રાફ દ્વારા જ આ અંગેની તપાસ કરી શકાય છે કે વસા ઉત્તકોની તપાસને માટે સ્તનનુ ઘનત્વ વધુ છે કે ઓછુ. જો કોઈ ડોક્ટર તમને ચેતાવણી આપે કે સ્તનનુ ઘનત્વ વધુ છે તો તાત્કાલિક સમયે કેંસરની વધુ સારી તપાસ કરવા માટે ડોક્ટરની પાસે કોઈ વિકલ્પ નથી.
મેમોગ્રાફ એવો એક્સ-રે પરીક્ષણ છે જે સામાન્ય સ્તન ઉત્ત્કોમાં ઘાટા બિન્દૂઓ અને છાયાઓની તપાસ કરે છે, જે ટ્યૂમર હોઈ શકે છે. 40 વર્ષની વય પછી નિયમિત રૂપે મેમોગ્રામ પરીક્ષણ કરાવવાથી સ્તન કેંસરના કારણે થનારો મૃત્યુદરને ઘટાડી શકાય છે, કારણકે તેમા શરૂઆતની અવસ્થામાં જ સ્તન કેંસરની જાણ થઈ જશે.
આ અવસ્થામાં ટ્યુમરનો આકાર નાનો જ નથી હોતો, પરંતુ તેને ઠીક કરવો એ પણ તુલનાત્મક રીતે સરળ હોય છે.
|