અફગાનિસ્તાનમાં પાકિસ્તાન સીમાની પાસે અમેરિકાની આગેવાનીવાળી ગઠબંધન સેનાએ હવાઈ હુમલો કરી 33 તાલિબાન વિદ્રોહીઓને માર્યા છે.
ગઠબંધન સેનાના પ્રવક્તા લેફ્ટિનેટ નાથ પેરીએ જણાવ્યુ કે ગઠબંધન સેનાએ સોમવારે મોડી સાંજે પૂર્વી ખોસ્ત શહેરમાં વિદ્રોહીઓને હથિયારો રોકેટ લાંચરો અને હાથગોળાની સાથે જોવામાં આવ્યા હતા.
પેરીએ જણાવ્યુ ઉગ્રવાદીઓની ઓળખાણ કરી લીધા પછી ગઠબંધન સેનાએ તેમની પર હુમલો કરી દીધો. વિદ્રોહીઓ પર આ હુમલો હેલિકોપ્ટર અને જેટ ફાઈટર દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યો. આ હુમલાને કારણે ઓછામાં ઓછા 33 વિદ્રોહીઓ માર્યા ગયા.
|