મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ભારતીય વિદ્યાર્થીને સિંગાપુરમાં 16 વર્ષની જેલ  Search similar articles
વાર્તા

સિંગાપુરમાં મૈરીન ઈંજીનિયરીંગના ભારતીય વિદ્યાર્થીને હત્યાના પ્રયત્નમાં દોષી ગણાવતા 16 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે.

સિંગાપુર પોલિટેક્નિક સંસ્થાના 23 વર્ષીય વિદ્યાર્થી બાતલા જતિન નવીનને હાઈકોર્ટે હત્યાનો પ્રયત્ન કરવા બદલ અને હુમલાનો વિરોધ કરનારી પીડિતની નોકરાણીને પણ મારવાનો તેમજ અવૈધ રૂપે બંધક બનાવવાના અને ગંભીર ઈજા પહોંચવાના આરોપમાં દોષી જાહેર કરતા 16 વર્ષની સજા સંભળાવી છે.

નવીનને જૂન 2006માં પૂર્વ મહિલા મિત્રના 72 વર્ષીય પિતા સાહની માનિક રામ પર ઈરાદાપૂર્વક જીવલેણ હુમલો કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

પીડિત વૃધ્ધે નવીન પર તેમની પોતાની 38 વર્ષની ડાયવોર્સ લીધેલ પુત્રી ઉપર ખરાબ નજરથી જોવા અંગે વિરોધ કર્યો હતો તો આરોપીએ તેમના માથા પર દંડાનો પ્રહાર કર્યો. જે કારણસર તેમના માથા પરથી ઘણું લોહી વહી ગયા પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. આરોપી સિંગાપુરમાં એક જહાજ કંપનીની શિષ્યવૃત્તિ પર ઈંજીનિયરીંગનો અભ્યાસ કરી રહ્યો છે.
ઘણું બધુ
રૂસને મજબુત રાષ્ટ્રપ્રણાલીની જરૂરત:મેદવેદેવ
પાકમાં સમલૈંગિક બૈંકકર્મીએ બ્લોગ બનાવ્યો
નેપાળમાં ભારતીય પાદરીની હત્યા
એંજેલિના જોલી હોસ્પિટલમાં
મંગોલીયાના રાષ્ટ્રપતિએ ઈમરજંસીની ઘોષણા કરી
અફગાનિસ્તાનમાં 33 તાલિબાનિઓનો મોત