દક્ષિણ અમેરિકન દેશ વેનેઝુએલાનાં રાષ્ટ્રપતિ હ્યુગો સાવેઝે અમેરિકી રાજદૂતને 72 કલાકમાં દેશ છોડી દેવા કહ્યું છે. તેમણે આ પગલું બોલિવીયાનાં સમર્થનમાં ઉઠાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે બોલિવીયાનાં રાષ્ટ્રપતિ ઈવો મોરાલેસે બુધવારે અમેરિકી રાજદૂત પર દેશમાં હિંસા ફેલાવવાનો આરોપ લગાવી, તેને દેશ નિકાલ કરી દીધો હતો. તેનાં જવાબમાં બુશ સરકારે બોલિવીયાનાં રાજદૂતને વોશિગ્ટનમાંથી બહાર કાઢી મુક્યાં હતાં.
વેનેઝુએલાનાં રાષ્ટ્રપતિ હ્યુગો સાવેઝે પણ બોલિવીયાનાં સમર્થનમાં આગળ આવીને અમેરિકી રાજદૂતને દેશનિકાલ કરાવી દીધા હતા. અને, તેમને દેશ છોડી દેવા 72 કલાકનો સમય આપ્યો હતો.
|