બ્રિટનમાં મહામંદીની અસર નીચે ન્યાય મંત્રાલયે લગભગ 10 હજાર નોકરીઓ પર કાપ મુકવાનો નિર્ણય કર્યો છે. આ નોકરીઓ પર કાપ મુકીને મંત્રાલય 90 કરોડ પાઉન્ડની બચત કરશે.
એક બ્રિટીશ અખબારનાં જણાવ્યા મુજબ આ કાપને કારણે 100 જેટલી કોર્ટો બંધ કરવામાં આવશે.
પ્રવક્તાનાં જણાવ્યા મુજબ એક અરબ પાઉન્ડનાં વ્યયને બચાવવાનો પ્લાન બનાવ્યો છે. તેને કારણે સંબંધિત વિભાગો તેમજ બેન્કની ઓફિસો પર અસર પહોચશે.
આ યોજનાને આગામી ત્રણ મહિનામાં કાર્યાન્વિત કરવામાં આવશે. જો કે મંત્રાલયનાં પ્રવક્તાનાં જણાવ્યામુજબ કોર્ટો બંધ કરવામાં નહીં આવે.
|