પશ્ચિમ બંગાળમાં ઉત્તર 24 પરગણા જિલ્લામાંથી બાંગ્લાદેશની સીમા પર તૈનાત બીએસએફનાં જવાનોએ મુંબઈથી પાછા ફરી રહેલાં છ મહિલાઓ અને પાંચ બાળકો સહિત 23 બાંગ્લાદેશીઓની ધરપકડ કરી છે.
બીએસએફનાં જણાવ્યા મુજબ બનગાંવ નજીક સરહદ ઓળંગવાનો પ્રયત્ન કરી રહેલાં 23 બાંગ્લાદેશ જવા માટે અધિકારીક દસ્તાવેજો નહતાં. તેમજ તેઓ મુંબઈથી પાછા ફરી રહ્યાં હતાં.
આ અધિકારીઓનાં જણાવ્યા મુજબ આ બાંગ્લાદેશીઓમાં એક મૌલવીનો પણ સમાવેશ થાય છે.
|