મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય > હુમલાથી શાંતિ પ્રક્રિયાના દુશ્મનોને ફાયદો-ગિલાની
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
હુમલાથી શાંતિ પ્રક્રિયાના દુશ્મનોને ફાયદો-ગિલાની
ભાષા

પ્રધાનમંત્રી યૂસુફ રજા ગિલાનીએ આજે કહ્યુ કે મુંબઈના આતંકવાદી હુમલાઓના કારણે બંને દેશોની વચ્ચે વધેલા તનાવથી ભારત અને પાકિસ્તાનની વચ્ચે શાંતિ પ્રક્રિયાના દુશ્મનો અને આતંકવાદિયોને ફાયદો પહોંચ્યો છે. આતંકવાદ સામે લડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવી ચાલુ રાખવાની પાકિસ્તાનની પ્રતિબધ્ધતાને ફરી કહેતા ગિલાનીએ દેશની મુલાકાત કરવા આવેલ બ્રિટનના પ્રધાનમંત્રી ગાર્ડન બ્રાઉનને પાકિસ્તાનની કાયદો લાગુ કરાવનારી એજંસિયોની કાબેલિયત વધારવામાં મદદ કરવાની વિનંતી કરી છે.

ગિલાનીના હવાલાથી રજૂ અધિકારિક વક્તવ્ય મુજબ મુંબઈના આતંકવાદી હુમલાઓ પછી એ ક્ષેત્રમાં વધેલ તનાવને કારણે ભારત અને પાકિસ્તાનની શાંતિ પ્રક્રિયાના દુશ્મનોને અને આતંકવાદી તત્વોને ફાયદો થયો છે.

રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારી સાથે બેઠક પછી બ્રાઉને કહ્યુ કે બ્રિટન તરફથી તપાસ કરવામાં આવેલ આતંકવાદી સાજિશના ત્રણ ચોથાઈ બાબતોના તાર પાકિસ્તાનમાં અલકાયદા સાથે જોડાયેલા જોવા મળ્યા છે.

બ્રાઉને કહ્યુ કે કાર્યવાહીનો સમય આવી ગયો છે. બેઠક દરમિયાન ગિલાની અને બ્રાઉને દ્વિપક્ષીય સંબંધો અને ક્ષેત્રની સ્થિતિની સમીક્ષા કરી.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
આતંકના આર્થિક સ્ત્રોતને નષ્ટ કરો- બ્રાઉન
23 સમુદ્રી લુંટેરાઓને સજા અપાશે
લશ્કરને પાક. એજંસીયોનું સમર્થન
રશિયાની સુખિનોવા બની મિસવર્લ્ડ
પાક.ની કાર્યવાહી પર ભારતને શંકા
કોકેઇન માફિયા મોતોયાને કોર્ટમાં રજુ કરાશે