મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય > પાકિસ્તાનની ભારતને ચેતાવણી
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પાકિસ્તાનની ભારતને ચેતાવણી
વાર્તા

પાકિસ્તાનનાં વરિષ્ઠ નેતાઓએ ભારતને ચેતાવણી આપી છે કે જો યુદ્ધ કે સીમિત હુમલો કરશે તો પાકિસ્તાન બચાવમાં જોરદાર પ્રતિક્રિયા આપશે.
પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મહમુદ કુરેશીએ જણાવ્યું હતું કે ભારતે પાકિસ્તાનની ભૂમિ પર સીમિત હુમલો કરવાની વાત ભૂલી જવી જોઈએ. નહીંતર તેના પરિણામ ભોગવવા પડશે.

કુરેશીએ જણાવ્યું કે ભારત સીમિત હુમલો કરશે તો તે ભારતની ભૂલ ગણાશે. તેમજ પાકિસ્તાન તેને યુદ્ધની કાર્યવાહી સમજશે. તેમજ અમેરિકી સૈન્ય કમાન્ડર એડમિરલ માઈકલ મુલેને પાકિસ્તાનને ભારતની કાર્યવાહીનાં જવાબમાં કોઈ પ્રતિક્રિયા નહીં આપવા સલાહ આપી હોવાની વાતને સરકારે નકારી દીધી છે.

તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાન સરકાર પોતાની ધરતી પરથી અફઘાનિસ્તાન કે ભારત પર આતંકવાદી પ્રવૃત્તિ માટે ઉપયોગ કરવા દેશે નહીં.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
બાંગ્લાદેશ-ઓસ્ટ્રેલિયા વચ્ચે કરાર
લાહોર બ્લાસ્ટ કેસમાં ભારતીયની ધરપકડ
દેશની રક્ષા કોઈ પણ રીતે કરીશું-મેદવદેવ
પોપે બાલ શોષણને સમાપ્ત કરવાની અપીલ કરી
પાક.યુદ્ધ કરવા સક્ષમ છે:અસ્ફાક પરવેઝ
ફરીદ તેમનો સૈનિક પાક સેનાએ સ્વીકાર્યુ