ગાઝા પટ્ટી પર ઇસાઇલના હવાઇ હુમલાઓ બાદ ફલસ્તીની તંત્ર વિરૂધ્ધ હમસ દ્વારા સમગ્ર પશ્વિમ તટ પર થઇ રહેલા વિરોધ પ્રદર્શનો સામે ફલીસ્તીની પોલીસે કઠોર પગલા શરૂ કર્યા છે.
છેલ્લા સપ્તાહથી હમસને નિશાન બનાવી ગાઝા પટ્ટી પર કરવામાં આવી રહેલા ઇસાઇલી હુમલાઓના વિરોદ કરી રહેલા લોકો સામે મહમૂદ અબ્બાસની ફલીસ્તીની પોલીસે કડક અભિયાન ચાલુ કર્યું છે.
ફલીસ્તીનીના સુરક્ષા જવાનોનું નિશાન મુખ્ય રીતે હમસના લીલા ઝંડાવાળા લોકો છે. આને પશ્વિમ તટ પર હમસની કોઇ પણ ગતિવિધિને નિષ્ફળ કરવા માટે અબ્બાસ મહેમૂદની પ્રતિબધ્ધતાનો સંકેત માનવામાં આવી રહ્યો છે.
સંયુક્ત રાષ્ટ્રના મતે ઇસાઇલી હુમલામાં ઓછામાં ઓછા ચારસો ફલીસ્તીનીઓ માર્યા ગયા છે. જેને લઇને ફલીસ્તીનીઓ અને પશ્વિમ એશિયાના લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે.
|