અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે હમસ દ્વારા ઇસાઇલ પર કરાયેલા રોકેટ હુમલાને આતંકવાદી કૃત્ય ગણાવ્યું છે અને ગાઝઆમાં સંઘર્ષ વિરામ માટે પોતાની શરત અંગે કહ્યું કે, કોઇ પણ શાંતિ સમજુતી આતંકી સંગઠનો સુધી હથિયારની તસ્કરીને અટકાવ્યા વિના સ્વીકાર્ય ના બની શકે.
પશ્વિમ એશિયામાં આ દસકામાં સૌથી મોટા લોહિયાળ સંઘર્ષમાંના એક એવા આ હુમલા અંગે પહેલી વખત બુશે રેડિયો પર પોતાનું નિવેદન આપ્યું હતું. આ ભાષણ અગાઉથી ટેપ કરાયેલું હતું. ઇસાઇલી યુધ્ધક વિમાન ફલીસ્તીની સંગઠન હમસને પોતાનું નિશાન બનાવી ગાઝા પટ્ટી પર બોમ્બ વરસાવી રહ્યા છે.
બુશે કહ્યું કે, અમેરિકા યુધ્ધ વિરામ માટે પ્રયાસ કરી રહ્યું છે જેને માનવામાં આવે. તેમણે કહ્યું કે, બીજી તરફ ઇસાઇલ પર રોકેટ હુમલા કરવામાં આવી રહ્યા છે જે આ સંઘર્ષ વિરામ માટે યોગ્ય નથી.
|