પાકિસ્તાનના પ્રધાનમંત્રી સૈયદ યુસુફ રજા ગિલાનીએ અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાની પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનની કાશ્મીર મુદ્દે સમાધાન માટે નિયુક્તિ કરવાની વાતને આવકારી છે.
રેડિયો પાકિસ્તાન અનુસાર ગિલાનીએ ગઇકાલે સાંજે અહીંયા બ્રિટેનના સાંસદ લાર્ડ બિશપ માઇકલ નાઝિર અલી સાથે વાતચીત કરતાં કહ્યું કે, પાકિસ્તાન વર્ષોથી કાશ્મીર મુદ્દે સમાધાનને લઇને આશાવાદ છે. તેમણે લાર્ડ બિશપને પાકિસ્તાન સરકારની ભારત સહિત તમામ પડોશી દેશો સાથે દ્વિપક્ષીય સંબંઘ સુધારવા માટેની નીતિની જાણકારી આપી હતી.
તેમણે કહ્યું કે, પાકિસ્તાન સરકાર સમગ્ર વાર્તા પ્રક્રિયાના માધ્યમથી ભારત સાથે કાશ્મીર સહિતા તમામ મુદ્દાઓના સમાધાન માટે પ્રયત્નશીલ છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન સરકારે ભારતને મુંબઇ હુમલાની તપાસમાં સહયોગ માટે પહેલ પણ કરી હતી જોકે ભારતે તેનો કોઇ પ્રત્યુત્તર આપ્યો નથી.
|