નેપાળમાં પૂર્વી નેપાળમાં કોસી નદીમાં શનિવારે એક હોડી ડુબી જવાથી તેમાં સવાર 29 લોકો ગાયબ થયા હતા.
રાજધાની કાઠમાંડુમાં આવેલાં પોલીસ કંટ્રોલ રૂમનાં જણાવ્યા મુજબ કાઠમાંડુથી 200 કિલોમીટર દક્ષિણ પૂર્વ દિશામાં સુંસારી જિલ્લામાં હોડી પાણીમાં પલટી ખાતાં તેમાં બેઠેલાં 40 પૈકી 29 લોકો લાપતાં થઈ ગયા હતાં. 11 લોકો જીવતાં બચાવી લેવાયા છે.
લાપતાં થયેલા લોકોની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે નેપાળમાં રસ્તા અને ટ્રેનની સુવિદ્યા સારી ન હોવાથી લોકો હોડી દ્વારા પ્રવાસ કરવા મજબૂર બને છે.
|