નેપાળનાં પૂર્વ રાજા જ્ઞાનેન્દ્રે પશુપતિનાથ મંદિરમાં પૂજારીની વરણીને લઈને ઉભા થયેલા વિવાદને ખત્મ કરવા અપીલ કરી છે.
રાજધાની કાઠમાંડુમાં આવેલા મંદિરમાં સહાયક પૂજારી કે જે ભારતીય હતો.તેની જગ્યાએ નેપાળી રાષ્ટ્રીયતા ધરાવતાં પૂજારીની નિયુક્તિનો રાજા જ્ઞાનેન્દ્રએ વિરોધ કર્યો હતો. ગયા અઠવાડિયે મંદિરમાં પૂજા અર્ચના અસરગ્રસ્ત થઈ હતી. નેપાળમાં માઓવાદીઓનાં નેતૃત્ત્વ ધરાવતાં સરકારે મંદિરની બાબતે રાજકારણ ન રમવું જોઈએ.
નરેશ જ્ઞાનેન્દ્રનાં નજીકનાં પહાનીરાજ પાઠકે નેપાળ સરકારને અપીલ કરી હતી કે તેમણે મંદિરને રાજકારણથી દૂર રાખવું જોઈએ. જે પૂજારી સારી પૂજા કરતું હોય તેને જ સ્થાન આપવું જોઈએ.
|