પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ સહિત તેને અડતા પ્રદેશોમાં આજે ભૂંકપના ઝટકાઓ અનુભવાયા હતાં. જેની તીવ્રતા રીક્ટર સ્કેલ પર 6.0 માપવામાં આવી હતી.
પાકિસ્તાનના મૌસમ વિભાગે આપેલી માહિતી અનુસાર ભૂકંપનું કેન્દ્ર બિંદુ કુંશ પર્વતમાળામાં આંકવામાં આવ્યુ છે. પંજાબ પ્રાંતના કેટલાક વિસ્તારમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતાં.
|