ઇન્ડોનેશિયાના પાપુઆ દ્રિપના ઉત્તરી તટ પર આજે સવારે ભકંપના જોરદાર ઝટકા આવ્યા હતા. જેમાં પ્રાથમિક તબક્કે મળેલી માહિતી મુજબ ચારના મોત તથા કેટલાય ઘાયલ થયાનું જાણવા મળે છે.
અમેરિકા ભૂગર્ભ સર્વેના અનુસાર ભૂકંપની તીવ્રતા 7.6 રિક્ટર સ્કેલ નોંધાઇ છે તેમજ આ ભૂકંપનું કેન્દ્ર ઇન્ડોનેશિયાના દ્રીપ પાપુઆ પાસે આવેલા માનોક્વારીથી 150 કિલોમીટર દુર અને જમીનથી 35 કિલોમીટર નીચે હોવાનું જાણવા મળ્યું છે.
|