અમેરિકા વિદેશમંત્રી કોંન્ડાલિસા રાઇસે ઇઝરાઇલના ગાઝા પટ્ટી પર કરવામાં આવી રહેલા હુમલાને કારણે આ સપ્તાહની ચીનનો પ્રવાસ રદ કર્યો છે.
વિદેશ વિભાગના પ્રવક્તા સીએન મૈક્કેરમૈકે આ અંગે જણાવ્યું હતું કે, રાઇસ આજે ચીનના પ્રવાસે જવા રવાના થવાના હતા. જોકે તેમણે આ પ્રવાસ રદ કર્યો છે. હવે તેમના સ્થાને ઉપ વિદેશ મંત્રી નિગ્રોપોટે ચીનના પ્રવાસે જશે.
|