પાકિસ્તાનનાં પશ્ચિમોત્તર સરહદી વિસ્તારમાં ઓરકજઈ આદિવાસી વિસ્તારમાં તાલિબાને પોતાની ઈસ્લામિક કોર્ટ અને લોકફરિયાદ કેન્દ્રની શરૂઆત કરી છે.
આ અંગે સ્થાનિક અખબારમાં માહિતી આવેલી છે. જે મુજબ તહેરીકે તાલિબાન પાકિસ્તાને સ્થાનિય વિવાદોને ઈસ્લામિક કાયદા અંતર્ગત ઉકેલવા માટે શરીયત કોર્ટ અને લોક ફરિયાદ કેન્દ્રની શરૂઆત કરી છે. હાલમાં તેની સંખ્યા પાંચ છે.
તાલિબાને મહિલાઓને ઘરની નીકળવાની, બજાર જવાની તેમજ પર્વત પર કામ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.જો તેનો ઈલાજ કરાવવો હોય તો તેની સાથે પુરૂષ સદસ્ય હોવો ફરજિયાત હોવાની જાહેરાત કરી છે.
|