અમેરિકાની પ્રથમ મહિલા લૌરા બુશ પોતાના યાદગાર ક્ષણોનું પ્રકાશન કરાવશે.
લૌરાએ આ યાદગાર ક્ષણોનું પ્રકાશન કરનારી કંપની સ્ક્રીબનરને જણાવ્યુ કે તેઓ પોતાના જીવનના યાદગાર ક્ષણો ખાસકરીને વ્હાઈટ હાઉસમાં પ્રથમ મહિલાના રૂપમાં યાદગાર ક્ષણોને પ્રકાશિત કરાવવા માટે રાજી થઈ ગઈ છે.
સ્ક્રીબનરે માહિતી આપી કે આ પુસ્તક 2010 સુધી પ્રકાશિત થશે. તેમણે જણાવ્યુ કે આ પુસ્તમાં લૌરા બુશના વ્હાઈટ હાઉસમાં વિતાવેલા આઠ વર્ષ સહિત તેમના જીવનની યાદગાર ક્ષણો રજૂ કરશે.
જો કે પ્રકાશકે આ સમજૂતીના નિયમ અને શરતોનો ખુલાસો નથી કર્યો, પરંતુ પ્રકાશન સાથે જોડાયેલા વિશેષજ્ઞોનુ કહેવુ છે કે આ માટે તેમણે લાખો ડોલરની રકમ લીધી હશે.
લૌરાએ એક નિવેદન રજૂ કરી કહ્યુ કે તેઓ સ્ક્રીબનરને પોતાના જીવન, અસાધારણ ક્ષણો અને લોકો વિશે બતાવશે ખાસ કરીને વ્હાઈટ હાઉસની યાદો વિશે.
|