અમેરિકામાં બુશ સાશનના રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર સ્ટીફન હેડલીના મંતવ્ય અનુસાર દેશની કમાન સંભાળવા જઈ રહેલા નવા રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ઈરાન અને પાકિસ્તાન નડતર રૂપ સાબિત થશે.
પત્રકાર સાથેની વાતચીતમાં હેડલીએ મંગળાવારે જણાવ્યુ હતુ કે ઓબામાને આંતરાષ્ટ્રીય રાજનીતિમાં ઈરાનની પરમાણુ નીતિ અને પાકિસ્તાનમાં સતત થઈ રહેલી હિંસા ખલેલ પહોચાડી શકે છે.
તેમણે કહ્યુ કે ઈરાન જેવા દેશ સાથે વાતચીત માત્રથી એશિયા ખંડની સમસ્યા હલ થઈ જાય તે મામૂલી વાત નથી. તેના માટે ઈરાનને રિયાયત આપવની વાત તેમણે કહી હતી.
|