મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય > ડો.ગુપ્તાને સર્જન પદની ઓફર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ડો.ગુપ્તાને સર્જન પદની ઓફર
વધુ એક ભારતીય ઓબામાની કેબીનેટમાં સામેલ
વેબ દુનિયા
P.R

અમેરિકાનાં નવનિર્વાચિત રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ભારતીય મૂળનાં ન્યુરોસર્જન તથા ન્યુઝ ચેનલ સીએનએન અને સીબીએસ સાથે સંકળાયેલા પત્રકાર ડો.સંજય ગુપ્તાને સર્જન જનરલ પદની ઓફર કરી છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ ડો.ગુપ્તા ઓબામાને ગયા વર્ષ સપ્ટેમ્બર મહિનામાં મળ્યા હતા.ત્યારે ઓબામાએ તેમને સર્જન પદની ભલામણ કરી હતી. જેનો તેમણે સ્વીકાર કર્યો છે. જો કે પોતાના પરિવારને એટલાન્ટાથી વોશિગ્ટન થવા માટે થોડો સમય માંગ્યો છે.

1990માં વ્હાઈટ હાઉસ સાથે સંકળાયેલ ડો.ગુપ્તાએ પૂર્વ પ્રથમ મહિલા હિલેરી ક્લિન્ટનની પોલિસી બનાવી હતી.તેમજ તેમના ભાષણ તૈયાર કરવામાં ડો.ગુપ્તાનો ખુબ મોટો હાથ છે.

ડો.ગુપ્તા 2001માં સીએનએનમાં મેડીકલ કોરસપોન્ડન્ટ તરીકે જોડાયા હતા. ડો.ગુપ્તાએ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલાં હુમલા બાદ સીએનએન તરફથી રીપોર્ટીંગ કરનાર ટીમમાં હતાં. તેમજ ત્યારબાદ એન્થ્રેક્સ એટેક અંગે પણ તેમણે ટીવી પર સમગ્ર ટીવી સીરીઝ ચલાવી હતી. આ ઉપરાંત તેઓ 2003માં ઈરાક અને કુવૈતમાં અમેરિકન નેવીની મેડીકલ ટીમમાં સામેલ હતા.

તેમજ ઓબામાએ તેમના કામથી ખુશ થઈને તેમને પોતાની ટીમમાં લેવાનો નિર્ણય કર્યો છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ઈરાન-પાક.ઓબામા માટે જોખમકારક
પાક.પણ પાછળ નહી હટે:સૂચનામંત્રી
હસીનાના મંત્રીમંડળમાં નવા ચહેરા
ગાજામાં 660 ફિલીસ્તીનીઓ હણાયા
ભારતીય પત્રકારને જનરલ પદ !
ભારત વિરૂધ્ધ ફતવો