પાકિસ્તાનનાં ગુજરાત ક્ષેત્રનાં પ્રભાવશાળી નેતા ચૌધરી બંધુઓએ આતંકવાદી હુમલાથી બચવા માટે અત્યાધુનિક ટેકનોલોજી અને હથિયારોથી સજ્જ ત્રણ બખ્તરબંધ ગાડીઓ મંગાવી છે. પંજાબનાં દિગ્ગજ નેતા અગાઉની સરકારમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ-કાયદેઆઝમનાં અધ્યક્ષ ચૌધરી સુજાત હુસૈન અને, તેના બે ભાઈઓ પરવેઝ ઈલાહી તથા સુફાત હુસૈને પણ પોતાની સુરક્ષા માટે બુલેટપ્રુફ ગાડીઓ ખરીદવાનો નિર્ણય કર્યો છે.
આ ચૌધરી બંધુઓએ બી 6 નામની બુલેટપ્રુફ ગાડી ખાસ વિદેશથી મંગાવી છે.આ પ્રત્યેક બુલેટપ્રુફ ગાડીઓની કિંમત સાડા સાત કરોડ છે.
|