શ્રીલંકા સેનાનાં વિદ્રોહી સંગઠન લિટ્ટેનાં છેલ્લાં ગઢ એવા જાફના પર હુમલો કરવાની શ્રીલંકન સેનાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
સેનાનાં પ્રવક્તા બ્રિગેડીયર ઉદય નનયાક્કારાએ જણાવ્યુ હતુ કે સેનાએ લિટ્ટેને ઉત્તર અને દક્ષિણ વિસ્તારમાંથી ઘેરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.આ વિસ્તાર પર લિટ્ટેનો 1995થી કબજો છે.
બાર કિલોમીટર પહોળા અને છ કિલોમીટર સાંકડા એવા જાફનામાં ઉગ્રવાદીઓએ સુરંગ ગોઠવી રાખી છે.તેથી સેના પુરી સાવધાની સાથે આગળ વધી રહી છે.
જ્યારે લિટ્ટેનાં પ્રવક્તાનાં જણાવ્યા મુજબ કિલોનોચ્ચિને પાછું મેળવવા અમે કટીબદ્ધ છીએ. અને,અમે તે મેળવીને રહીશું.
|