અબ્રાહમ લિંકનના અનુયાયી બરાક ઓબામા તેમની બાઇબલથી શપથ લેનાર છે અને શપથ વિધિ બાદ તેમણે જે ભોજન લીધુ હતું એવું સાદુ ભોજન પણ લેવાના છે. 20 જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ પદના શપથ લીધા બાદ તરત ઓબામા સંયુક્ત કોંગ્રેસ કમિટી દ્વારા સ્ટેચુઅરી હોલમાં આયોજિત ભોજન સમારંભમાં ભોજન લેશે. બપોરના ભોજનમાં નવનિયુક્તિ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ તેમના પરિવારના સભ્યો, ઉચ્ચ ન્યાયાલય તથા કેબિનેટના ગણતરીના લોકો તેમજ કોંગ્રેસ નેતૃત્વના સભ્યો પૈકી અંદાજે બસો જેટલા લોકો સાથે ભોજન લેશે. અત્રે ઉલ્લેખનિય છે કે, વર્જિનિયાની એક ખાનપાન કંપનીએ આ ભોજનનું મેનું તૈયાર કર્યું છે. |