રેડક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતિએ ચેતાવણી આપી છે કે ઈઝરાયેલી હુમલાને કારણે ત્રીજા સપ્તાહ બાદ ગાઝામાં ફસાયેલા પેલેસ્ટાઈનની સ્થિતિ સતત બગડી રહી છે.
જીનીવા સ્થિત મુખ્યાલય દ્વારા બહાર પડાયેલા વક્તવ્યમાં જણાવવામાં આવ્યું છે કે સૈન્ય કાર્યવાહીથી અહીં ફસાયેલા લોકો ઉપર સૌથી વધુ પ્રભાવ પડ્યો છે.
રેડક્રોસને સુરક્ષા કારણોને કારણે તેના રાહત ઓપરેશન પાછા ખેચવા પડ્યા છે. તેમજ જરૂરીયાતમંદ લોકોને મદદ પણ પહોચાડી શકાતી નથી.
રેડક્રોસનાં સુત્રોનાં જણાવ્યા મુજબ નેઝારીમ ક્ષેત્રમાં 20 બાળકો સહિત 40 સદસ્યોનાં પરિવારજનોનો ફોન આવ્યો છે કે છ દિવસથી પાણી નથી. તેમજ કુવા ક્ષતિગ્રસ્ત છે. તો પણ રેડક્રોસ તેમને મદદ કરવા અક્ષમ છે.
|