પુર્વી ઈન્ડોનેશિયામાં 267 નાગરિકોને લઈને જઈ રહેલ એક જહાજ ખરાબ વાતાવરણને કારણે ડુબી જતાં, તેમાં સવાર બધાં જ યાત્રીઓનાં મોત થયા છે.
ઈન્ડોનેશિયામાં 250 યાત્રીઓ અને 17 ચાલક દળનાં સભ્યો હતાં. ઈન્ડોનેશિયાનાં પરિવહન મંત્રી જુસમાન સયાફી દજામાલનાં જણાવ્યા મુજબ 150 યાત્રીઓને બચાવી લેવાયા છે. જ્યારે ડુબી ગયેલા બાકીનાં યાત્રીઓ અંગે કોઈ સમાચાર મળ્યાં નથી.
સમુદ્રી સુરક્ષા વિભાગનાં જણાવ્યા મુજબ જહાજ સુલાવેસી ટાપુ નજીકથી પસાર થઈ રહ્યુ હતું, ત્યારે સવારે ચાર વાગે આ દુર્ઘટના ઘટી હતી. સરકારે રાહત અને બચાવ કામગીરી ચાલુ કરી દીધી છે.
|