પાકિસ્તાને ભારતીય સશસ્ત્ર દળોની તૈયારીને ધ્યાનમાં રાખીને ઝેલમ ચેનાબ અને ચેનાબ-રાવિ કોરીડોરમાં સરહદ પર વધારાનાં સૈનિકોની ગોઠવણી કરી છે.
પાકિસ્તાને કેટલીક બ્રિગેડોની પણ ગોઠવણી કરી છે. જેમાં 33 બ્રિગેડ, 27 બ્રિગેડ, સાત બ્રિગેડ, 28 બ્રિગેડ, 331 બ્રિગેડનો સમાવેશ થાય છે. તમામ બ્રિગેડમાં 4000 થી 6000 જવાનો છે.
આ ઉપરાંત 37 પંજાબ અને 39 પંજાબ રાવલકોટની બે બટાલિયનો પણ ગોઠવી દીધી છે. દરેક બટાલિયનમાં 1000 જવાનો છે. આ ગોઠવણી ચિંતાજનક હોવાનુ સુત્રોએ જણાવ્યું હતું.
|