હાઉસ ઓફ રિપ્રેજેંટેટિવની અધ્યક્ષ નૈંસી પેલોસીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ બરાક ઓબામાની સરકારમાં મહિલાઓની ભાગીદારી વધારે હોવી જોઈએ.
કોંગ્રેસનું નેતૃત્વ કરનારી પહેલી મહિલા પેલોસીને મહિલાઓની ભાગીદારી વિશે પુછવામાં આવેલ એક સવાલના જવાબમાં ગઈ કાલે સીએનએનને જણાવ્યું હતું કે આમાં કોઈ પ્રશ્ન પુછવા જેવો નથી. અમે હંમેશા વધારે મહિલાઓની ભાગીદારી ઈચ્છીએ છીએ.
તેમણે એક વર્ષ પહેલાંની ઘટનાને યાદ કરતાં જણાવ્યું હતું કે નેતાની રીતે જ્યારે હું પહેલી વખત વ્હાઈટ હાઉસની બેઠકમાં ભાગ લેવા માટે ગઈ તો મે જોયું કે ત્યાં સુધી પહોચનારી હુ પહેલી મહિલા છું. તે વખતે મે વિચાર્યું હતું કે અમારે વધારે મહિલાઓની જરૂરત છે.
ઓબામાની કેબિનેટમાં 18 સભ્યો છે અને તેમાં હાલમાં પાંચ મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
|