પ્રશાંત મહાસાગર સ્થિત ટાપુ ફીજીમાં જોરદાર પવન અને તોફાન બાદ આવેલા પૂરમાં સાત લોકો તણાઈ ગયા છે, જ્યારે હજારો લોકો પોતાના ઘર છોડવા મજબૂર બન્યા છે.
ફિજીનાં અંતરીમ વડાપ્રધાનમંત્રી ફ્રેન્ક બૈનીમરામાએ દેશમાં ઈમરજન્સી લગાવવાની ઘોષણા કરી છે. દેશનાં પશ્ચિમ ક્ષેત્રમાં છેલ્લાં કેટલાંક દિવસોથી સતત થઈ રહેલા વરસાદને કારણે પૂર આવ્યું છે. પૂરને કારણે લુંટપાટની ઘટનાઓ રોકવા દેશનીમ ઈમરજન્સી લગાવવામાં આવી છે.
રક્ષા મંત્રી નાદી સિગાતોકાએ કહ્યુ હતું કે દેશનાં કેટલાંક ભાગોમાં લોકોની સંપત્તિ બચાવવા માટે કર્ફ્યુ લાગુ કર્યો છે. આ કર્ફ્યુ સાંજથી સૂર્યોદય સુધી લગાવવામાં આવ્યો છે.
|