પાકિસ્તાનનાં વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીએ મુંબઈ હુમલામાં સંડોવાયેલા સંદિગ્ધ આતંકવાદીઓ ભારતને સોંપવાની સંભાવનાથી ઈન્કાર કરી દીધો છે.
ગિલાનીએ રવિવારે સિંધ પ્રાન્તમાં એક જનસભાને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે અમે અમારી તરફથી તપાસ કરીશું. અને, જો તે દોષી હશે તો તેને દેશનાં કાયદા પ્રમાણે સજા કરવામાં આવશે.
તેમણે વિદેશી રાષ્ટ્રોનાં દબાણમાં આવીને કોઈ પગલાં ઉઠાવવાનો ઈન્કાર કર્યો હતો. તેમજ પાકિસ્તાન પોતાની ધરતીને આતંકવાદી ઓને તાલિમ આપવા નહિં આવે, તેવી જાહેરાત કરી હતી. ભારતે મુંબઈ હુમલા માટે જવાબદાર એવા આતંકવાદી જાકીઉર રહેમાન અને જર્રારશ શાહનાં પ્રત્યર્પણની જાહેરાત કરી હતી.
ગિલાનીએ ભારત સરકાર પર ગેરજવાબદાર વક્તવ્ય આરોપ લગાવ્યો હતો. તેમજ તેનાથી પાડોશી દેશમાં તણાવ જેવી સ્થિતિ પેદા કરી હોવાનો આરોપ લગાવ્યો હતો. પાકિસ્તાન હંમેશા જવાબદાર રાષ્ટ્ર તરીકે વર્તશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
|