રૂસનાં છ યુદ્ધ વિમાનવાહક જહાજ સાથે ભારતીય નેવીએ સંયુક્ત અભ્યાસમાં સામેલ થઈને યુદ્ધાભ્યાસ કરશે. આ અભ્યાસમાં પરમાણુ મિસાઈલથી સજ્જ ક્રુસર પણ સામેલ છે.
પ્રાપ્ત વિગતો મુજબ રૂસનાં જનરલ સ્ટાફનાં પ્રમુખ નિકોલાઈ માકારોવે જણાવ્યું હતું કે સંયુક્ત અભ્યાસ જાન્યુઆરીનાં અંતમાં અરબ સાગરમાં યોજાશે. સંયુક્ત નેવી યુદ્ધાભ્યાસ ઈન્દ્રા 2009 હેઠળ કરવામાં આવશે. આ અભ્યાસમાં સમુદ્રી કાનુન અને ચાંચીયા, આતંકવાદ અને નશીલી દવાઓની દાણચોરી રોકવા માટે સહકાર આપવા માટે અભ્યાસ કરવામાં આવશે.
અત્યારે પ્યોત્ર વેલિકી મિસાઈલ ક્રુઝર મિસાઈલ દક્ષિણ આફ્રિકાથી 10 માઈલ દૂર છે. રૂસી સેના અત્યારે કેરિબીયન સાગરમાં વેનેઝુએલા સાથે યુદ્ધાભ્યાસ કરી રહી છે.
|