ઈરાકની રાજધાની બગદાદમાં સોમવારે થયેલા સીરીયલ બ્લાસ્ટમાં સાત લોકોનાં મોત થયા છે, જ્યારે 25 લોકો ઘાયલ થયા છે.
પોલીસનાં જણાવ્યા મુજબ સૌપ્રથમ ન્યુ બગદાદ ડિસ્ટ્રીક્ટમાં કારમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. ત્યારબાદ વધુ એક વિસ્ફોટ થયો હતો. જેમાં સાત લોકોનાં મોત થયા હતા.
તો સેન્ટ્રલ કરાદા જિલ્લામાં પોલીસ સર્ચીગ દળની નજીક એક વિસ્ફોટ થયો હતો. જેમાં એક નાગરિકનું મોત થયું હતુ. જ્યારે ચાર લોકો ઘાયલ થયા હતા.
|