મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય > સ્માઇલ પિન્કીએ પણ જીત્યો ઓસ્કાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સ્માઇલ પિન્કીએ પણ જીત્યો ઓસ્કાર
વેબ દુનિયા

39 મિનિટની હિન્દી અને ભોજપુરીમાં આવેલી ટૂંકી ફિલ્મ સ્માઇલ પિન્કીએ બેસ્ટ ડોકયુમેટરી શોર્ટ સબજેકટ માટેનો ઓસ્કાર જીતી લીધો હતો. આ ફિલ્મનું નિર્દેશન ઇમ્મી નોમિનેટેડ નિર્માતા મેગાન મેલીન દ્વારા કરવામાં આવ્યું હતું.

સ્માઇલ પિન્કી ફિલ્મ ભારતીય ગામડાંમાં રહેતી એક ગરીબ બાળકીની પટકથા છે. જેના ફાટેલા હોઠના કારણે તેનો સામાજિક બહિષ્કાર કરવામાં આવે છે. વિકૃત અને ફાટેલા હોઠના કારણે સમાજના લોકો તેનું વારંવાર અપમાન કરે છે. આ ફિલ્મમાં ફિલ્મ નિર્માતાએ સામાજિક વિષયો ઊપર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

એવોર્ડ મળ્યા બાદ ફિલ્મના અમેરિકન નિર્માતા મેગાને જણાવ્યું હતું કે તેમના દ્વારા બનાવવામાં આવેલી આ એક શ્રેષ્ઠ સામાજિક ફિલ્મ છે. જેમાં વાસ્તવિકતા રજૂ કરવામાં આવી છે.

ખૂબ જ સારી ભાવના સાથે દર્દીઓની સારવાર કરતા સામાજિક કાર્યકરો અને તબીબોની ઈચ્છાશકિત આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. સમાજ ઊપર તેની થતી હકારાત્મક અસર આમાં રજૂ કરવામાં આવી છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
જવાબ માંગે છે પાકિસ્તાન
સ્લમડોગ મિલેનિયરને 8 ઓસ્કર એવોર્ડ
બ્રિટન વીઝા કાયદા કડક કરશે
અફઘાનિસ્તાનમાં 14 આતંકી ઠાર
રહેમાન માટે સરહદપારથી દુઆ
શાવેઝ ક્યુબાની મુલાકાતે