મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય > પાકિસ્તાની સરકાર 1કરોડ ઈનામ આપશે
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પાકિસ્તાની સરકાર 1કરોડ ઈનામ આપશે
વાર્તા

શ્રીલંકન ક્રિકેટ ટીમ પર મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં સંડોવાયેલા 12 સંદિગ્ધ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમજ આ અંગે જાણકારી આપનારને એક કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.

આ હુમલામાં શ્રીલંકાનાં છ ખેલાડીઓ ઘાયલ થયા હતા. શહેરનાં ગુલબર્ગ ક્ષેત્રમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે હોસ્ટેલ અને ગેસ્ટ હાઉસો પર છાપા મારીને 12 સંદિગ્ધો લોકોની ધરપકડ કરી હતી. જો કે પોલીસને ઉલ્લેખનીય આતંકવાદીની ધરપકડ કરવામાં સફળતા મળી નથી.

તો પંજાબ સરકારે આંતકવાદી અંગે સચોટ માહિતી આપનારને એક કરોડ રૂપિયા ઈનામ આપવાની જાહેરાત કરી છે. તેમજ સામાન્ય જનતાને પણ મદદ કરવાની અપીલ કરી છે. લાહોરનાં સૌથી વ્યસ્ત માર્ગ પર પસાર થઈ રહેલી શ્રીલંકન ટીમ પર હુમલો કરીને આતંકવાદીઓ ફરાર થઈ ગયા હતા.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
આઇટીવી 600ની છટણી કરશે
લેપટોપ બોલશે,"ચોર ચોર ઉભો રહે"
બાપુની વસ્તુઓ દાનમાં આપીશ !
જામ્બીયાની પ્રથમ મહિલાને કેદ
લાહોર હુમલાની ઓબામાએ ટીકા કરી
ભારત પર પાક.નો આરોપ