ઈરાને ધમકી આપતાં જણાવ્યું છે કે જો ઈઝરાયલ અમારી પર હુમલો કરશે, તો અમારી મિસાઈલ ઈઝરાયલનાં પરમાણુ સ્થાનો પર હુમલો કરવા તૈયાર છે.
ઈરાનની સેના રેવોન્યુશનરી ગાર્ડનાં પ્રમુખ મોહમ્મદ અલી જાફરીએ કહ્યું હતું કે તેમની પરમાણુ બાબતે વાતચીત નિષ્ફળ જશે. તે સ્થિતિમાં ઈઝરાયલ તેમની પર હુમલો કરી શકે છે. જો ઈઝરાયલ તેમની પર હુમલો કરશે, તો ઈરાન પાસે 10 હજાર કિલોમીટર સુધી ત્રાટકી શકે તેવી મિસાઈલ મોજુદ છે. જેમાં ઈઝરાયલનાં પરમાણુ સંસ્થાનો પણ આવી જશે.
ઈરાનની ધમકી પર ટીપ્પણી કરતાં રક્ષા વિશેષજ્ઞ પોલ બેવરે કહ્યું હતું કે ઈરાન પાસે ઈઝરાયલ પર હુમલો કરી શકે તેવાં લાંબા અંતરની મિસાઈલ અંગે શંકા છે. ઈરાન મિસાઈલનો વિકાસ કરવા આગળ વધી રહ્યું છે. પણ હાલમાં તેમની પાસે આવી કોઈ મિસાઈલ નથી.
|