શ્રીલંકાની ક્રિકેટ ટીમ પર આતંકવાદી હુમલાને આઘાત ગણાવતાં રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ જણાવ્યું હતું કે આ ઘટનાનાં ષડયંત્રકારીઓ સામે કડક હાથે કામ લેવામાં આવશે.
ક્રિકેટ ટીમ પર મંગળવારે થયેલા લાહોરમાં હુમલા બાદ શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેનાં વિશેષ દૂત એવા વિદેશ મંત્રી રોહિત બોગોલાગામા સાથે ઝરદારીએ હુમલા અંગે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.
તેમણે જણાવ્યું હતું આતંકવાદીઓ સામે કડક હાથે કામ લેવામાં આવશે. આ અંગેની તપાસમાં પ્રગતિ થઈ છે. થોડા દિવસમાં તેના આરોપીઓને ઝડપથી પકડી લેવામાં આવશે.
|