લાહોર હુમલાનાં આતંકીઓનાં સ્કેચ જાહેરઈસ્લામાબાદ પાકિસ્તાન પોલીસે શ્રીલંકન ક્રિકેટ ટીમ પર થયેલા હુમલામાં સામેલ ચાર આતંકવાદીઓનાં સ્કેચ જાહેર કર્યા છે. પ્રત્યક્ષદર્શીઓ પાસેથી મળેલા વિવરણ બાદ પોલીસ સ્કેચ જાહેર કર્યા છે. શ્રીલંકન ટીમ પર થયેલા હુમલાનાં એક દિવસ બાદ પોલીસે સ્કેચ જાહેર કર્યા છે. જેમાં એક ક્લીન સેવ કરેલો છે, જ્યારે બાકીનાં ત્રણેયને મુંછ અને દાઢી છે. આ હુમલામાં આઠ લોકો માર્યા ગયા હતા, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓનાં જણાવ્યા મુજબ આ હુમલો 12 જેટલા આતંકવાદીઓએ કર્યો હતો. પોલીસે 50 નાગરિકોની ધરપકડ કરી છે. પણ હજી સુધી મોટી સફળતા મળી શકી નથી. શ્રીલંકન ટીમ પર થયેલા હુમલાનાં એક દિવસ બાદ પોલીસે સ્કેચ જાહેર કર્યા છે. જેમાં એક ક્લીન સેવ કરેલો છે, જ્યારે બાકીનાં ત્રણેયને મુંછ અને દાઢી છે. આ હુમલામાં આઠ લોકો માર્યા ગયા હતા, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓનાં જણાવ્યા મુજબ આ હુમલો 12 જેટલા આતંકવાદીઓએ કર્યો હતો. પોલીસે 50 નાગરિકોની ધરપકડ કરી છે. પણ હજી સુધી મોટી સફળતા મળી શકી નથી. |