મહાત્મા ગાંધી બાપુની દુર્લભ વસ્તુઓના અમેરિકી સંગ્રહકર્તાએ આજે પહેલી વાર કહ્યું છે કે, તેમણે રાષ્ટ્રપતિના અસ્થિ અને તેમની હત્યા કરાયેલા સ્થળેથી એકત્ર કરાયેલ લોહીના નમુનાને પણ સાચવીને રાખ્યા છે.હરાજીકર્તા એન્ટીકોરમને હરાજી માટે ગાંધીજીની ઘડિયાળ, ચશ્મા, પ્લેટ કટોરો અને ચંપલ આપનાર જેમ્સ ઓટીસે કહ્યું છે કે, તેમણે દિલ્હીના ઇર્વિન હોસ્પિટલ પાસેથી બાપુના લોહીનો રિપોર્ટ પણ એકત્ર કર્યો હતો. તેની પાસે શાંતિપૂર્ણ સંઘર્ષ માટે વિદ્યાર્થીઓને શુભકામના આપતા સંદેશાના રૂપમાં હસ્તલિખિત મોકલાવેલ ટેલીગ્રામ પણ છે.હરાજીકર્તાએ આ વસ્તુઓની હરાજી માટે 20 થી 30 હજાર અમેરિકી ડોલર વચ્ચેની બોલી લગાવી છે. વિશ્લેષકોનું કહેવું છે કે, મીડિયામાં આ અંગે થઇ રહેલા ફેલાવાથી આ બોલી આસમાને પહોંચે તો નવાઇ નહીં. |