પાકિસ્તાનનાં એક ઉચ્ચ અધિકારીનું માનવું છે કે શ્રીલંકાની ટીમની સુરક્ષા માટે આપવામાં આવેલા વાહનો યોગ્ય ન હતા.
લાહોરનાં કમિશ્નર ખુસરો પરવેઝે જણાવ્યું હતું કે સુરક્ષામાં ચુકને કારણે આતંકવાદીઓ હુમલો કરવામાં સફળ બન્યા હતા. તેમજ આતંકવાદીઓ લિબર્ટી જેવા વ્યસ્ત વિસ્તારમાં હુમલો કરી શક્યા.
પરવેઝે જણાવ્યું હતું કે આતંકવાદીઓનો સામનો કરી રહેલાંઓને પોલીસની સહાયતા યોગ્ય સમયે ન મળી શકવાને કારણે આતંકવાદીઓ ભાગવામાં સફળ રહ્યાં. તેમજ શ્રીલંકન ટીમમાં રહેલાં કાફલામાં મોજુદ વાહનો પણ સુરક્ષાની દ્રષ્ટિએ ઉતરતી કક્ષાનાં હતા.
|