પાકિસ્તાનના કબાયલી વિસ્તાર સ્વાત અને મલકંદમાં સેના સાથે લડી રહેલા તાલિબાન આતંકવાદીઓએ હથિયાર છોડવાનો ઇન્કાર કર્યો છે.
તહરીકે તાલિબાનના પ્રવક્તા મુસ્લિમ ખાને કહ્યું હતું કે એમના લડાયકો કોઇ પણ સંજોગોમાં હથિયાર નહીં છોડે.
અખબાર ધ ન્યૂઝમાં આજે પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ મુસિલ્મખાને કહ્યું છે કે, હથિયાર તો મુસલમાનોનુ આભૂષણ છે. અને એટલે હથિયાર ફેંકવાનો કોઇ સવાલ જ પેદા થતો નથી.
તેણે કહ્યું કે, સ્વાતમાં શરીયત કાનૂન લાગુ ન કરવા મામલે વાત ઉઠી છે. જેને પગલે તાલિબાનને અમેરિકાની કોશિશને નિષ્ફળ કરવા માટે હથિયારનો ઉપયોગ કરવો જ પડશે. |