પાકિસ્તાન સરકારમાં અમેરિકી સરકારનો વિશ્વાસ ઓછો થઈ રહ્યો છે. ત્યારે ઓબામા સરકાર ઝરદારીનાં પ્રતિદ્વંદ્વી પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ સાથે સંબંધો મજબૂત બનાવી રહ્યાં છે.
ન્યુયોર્ક ટાઈમ્સે ઓબામા સરકારનાં અધિકારીઓનાં હવાલેથી જણાવ્યું છે કે પાકિસ્તાનમાં આતંકવાદી સમૂહોની પકડ મજબૂત બની રહી છે. ત્યારે અમેરિકાને એવું લાગે છે કે શરીફ સાથે સંબંધ સુધારીને વિદ્રોહીઓથી ઉદપન્ન થયેલી સ્થિતિનો સામનો કરવામાં મદદ મળશે.
ઓબામા સરકાર ઝરદારી સરકારથી ખુબ જ ચિંતીંત છે. તેમજ સેના પ્રમુખ ડેવિડ પેટ્રાઈસે પણ જણાવ્યું છે કે પાકિસ્તાન સરકાર માટે મુસીબત વધી રહી છે. તે સમયે નવાઝ શરીફ આતંકવાદ સામે લડવામાં મદદગાર સાબિત થઈ શકે છે.
|