મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય > યુરોપ અમેરિકામાં સ્વાઇન ફ્લુ વકર્યો
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
યુરોપ અમેરિકામાં સ્વાઇન ફ્લુ વકર્યો
ભાષા
અમેરિકા યુરોપ અને લેટિન અમેરિકામાં સ્વાઇન ફ્લુની મહામારી ફેલાઇ છે જ્યારે કેનેડામાં આ રોગ સુવરોમાં પણ પ્રસરી ગયો છે. મેક્સિકોના સ્વાસ્થ્ય પ્રમુખે સંકેત આપ્યો હતો કે, દેશમાં વ્યવસાયિક અને શૈક્ષણિક ગતિવિધિઓ જલ્દીથી શરૂ કરવામાં આવશે.

કોલંબિયામાં સ્વાઇન ફ્લુનો પહેલો મામલે સામે આવ્યો છે. જ્યારે યુરોપ અને ઉત્તરી અમેરિકામાં પણ સ્વાઇન ફ્લુના વધુ કેસ બહાર આવી રહ્યા છે. સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે, દુનિયામાં આ બિમારીએ 999 લોકો પીડીત છે.

અમેરિકાના રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રના ઇન્ચાર્જ પ્રમુખ ડો. રિચર્ડ બેસરે કહ્યું છે કે, સ્વાઇન ફ્લુ પણ એ રીત ઝડપથી ફેલાઇ રહ્યો છે કે જે રીતે સામાન્ય ફ્લુ ફેલાય છે.

તેમણે કહ્યું કે, જોકે સારી બાબત એ છે કે, હવે અમે સ્વાઇન ફ્લુના વાયરસનો અભ્યાસ કરી રહ્યા છીએ ત્યારે અમને એવી ચીજો હવે નથી દેખાઇ રહી જે પહેલા જોવા મળી હતી જેનાથી આ વાયરસ ઘાતક બનતો હતો. આ વાત સૌ માટે ઉત્સાહજનક બાબત છે. પરંતુ આનો અર્થ એ નથી કે આપણે સંકટમાંથી ઉગરી ગયા છીએ. આપણે હજું પણ ઘણી બાબતોનું ધ્યાન રાખવાનું છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
મેક્સિકોના વિમાનો પર પ્રતિબંધ
બર્લુસ્કોનીની પત્નીને જોઈએ છુટાછેડા
16 દેશોમાં સ્વાઈન ફ્લુ
નેપાળમાં ભારે વરસાદઃ8નાં મોત
શીખ-હિન્દુઓનું સ્વાતથી પલાયન
અમેરિકીને પડ્યો નવાઝમાં રસ