મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય > માઈકલ જૈક્સનનો ડોક્ટર ગૂમ !
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
માઈકલ જૈક્સનનો ડોક્ટર ગૂમ !
ભાષા

અલગ-અલગ પ્રકારની અટકળો વચ્ચે માઈકલ જૈક્સનના મૃત્યુના સમાચારોનું રહસ્ય વધું ગાઢ બનતું જઈ રહ્યું છે. સૌથી મોટુ રહસ્ય તો એ ડોક્ટર બની ચૂક્યો છે જે અંતિમ સમયમાં જૈક્સન સાથે તેના ઘરમાં હતો. હજુ સુધી એ જાણી શકાયું નથી કે તેનું નામ શું છે ? જૈક્સનના મૃત્યુ બાદ તે ગાયબ કેમ થઈ ગયો અને હાલ તે ક્યાં છે. ? પોલીસ હાલ તેને શોધી રહી છે.

જૈક્સનનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ હજુ આવ્યો નથી. એટલા માટે એ દાવામાં કંઈ પણ ન કહી શકાય કે તેનું મૃત્યુ કેવી રીતે થયું ? જો કે જૈક્સનના નજીકના મિત્રોનું કહેવું છે કે દવાઓ પર નિર્ભર રહેવાના કારણે જૈક્સનને હાર્ટ એટેક આવ્યો અને અચાનક તેનું મૃત્યુ નિપજ્યું છે.

ગુરૂવારે રાત્રે પોલીસને જૈક્સનના ઘરમાં ડોક્ટરની બીએમડબ્લ્યૂ કાર મળી હતી. એ પણ જાણવા મળ્યું છે કે મૃત્યુ પહેલા ડોક્ટરે તેને એક ઈંજેક્શન લગાવ્યું હતું. જૈક્સનને મોર્ફીનની આદત હતી અને તેની આ આદતના કારણે પરિજનો તેનાથી ઘણા ચિંતિત હતાં.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
મહસૂદને પૂરો કરી નાખીશું : મલિક
અફઘાનિસ્તાનમાં 24 આતંકી ઠાર
અમેરિકા ભારત-પાક વાર્તાનું સમર્થન કરશે
જૈક્સનના મૃત્યુથી પ્રશંસકોમાં શોક
પોપ સ્ટાર માઈકલ જૈક્સનનું નિધન
ભારતીય નૃત્યાંગનાને ફ્લૈટમાં ગોધી રાખી