ઉત્તરપશ્ચિમ પાકિસ્તાનના નૌશેરામાં બંદૂકધારીઓએ બે ગુપ્ત અધિકારીઓની ગોળીમારીને હત્યા કરી નાખી છે.
પોલીસે આજે જણાવ્યું કે, બે બંદૂકધારીઓએ એક સેન્ય રહેણાંક કોલોનીમાં આફતાબ આલમ અને નાયક અમીર હમજાની હત્યા કરી નાખી. તે પોતાના ઘરની નજીક ઉભા હતાં. પોલીસે જણાવ્યું કે, બન્નેના સ્થળ પર જ મૃત્યુ નિપજ્યાં.
સૈન્ય કોલોનીમાં સઘન સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં પણ હુમલાવર કારથી નાસી છુટવામાં સફળ રહ્યાં. હજુ સુધી કોઈ પણ સમૂહે તેની જવબદારી સ્વીકારી નથી.