સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » અફઘાનિસ્તાનમાં સ્થિતિ ગંભીર - મુલેન
 
અમેરિકાના જોઇંટ ચીફ ઓફ સ્ટાફ એડમિરલ માઇક મુલેને આજે કહ્યું કે, અફઘાનિસ્તાનમાં સ્થિતિ ઘણી ખરાબ છે તથા દિવસે દિવસે વધુ બગડતી જઇ રહી છે.

અમેરિકી ચેનલ સીએનએનના સ્ટેટ ઓફ ધ નેશન કાર્યક્રમમાં મુલેને કહ્યું હતું કે, હું સમજું છું કે અહીં સ્થિતિ ઘણી ગંભીર છે અને દિવસે દિવસે વધુ ખરાબ બનતી જઇ રહી છે. હું પહેલા પણ આ કહી ચુક્યો છું કે તાલિબાને છેલ્લા કેટલાર વર્ષોમાં પોતાની ઘુસણખોરી અગાઇ કરતાં વધારી દીધી છે અને પહેલા વધુ હુમલા કરી રહ્યા છે. જોકે તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનમાં બનાવવામાં આવેલા નવા સૈનિક કમાન્ડર દ્વારા વધુ સૈનિકોની માંગ કરવામાં નથી આવી.

તેમણે કહ્યું કે, હજું અમારી પાસે એવી કોઇ સુચના નથી આવી કે જેમાં નવા સૈન્ય કમાંડરે વધુ સૈનિકોની માંગ કરી હોય. મારી તરફથી એમને એવું કહેવામાં આવ્યું છે કે, વાસ્તવિક સ્થિતિની સમીક્ષા કરો અને જો વધુ સૈન્યની જરૂર પડે તો અમને કહો તો અમેન એ માંગ જરૂર પુરી કરીશું.

ઉલ્લેખનિય છે કે, અફઘાનિસ્તાનમાં હમણાં યોજાયેલ ચૂંટણીમાં આતંકલાદીઓએ દેશમાં રાજધાની સહિત સ્થળોએ મિસાઇલ અને આત્મઘઆતી હુમલા કર્યા હતા.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
સંબંધિત જાણકારી શોધો