પાકિસ્તાને રમજાનના પવિત્ર માસ દરમિયાન તાલિબાન વિરુદ્ધ પોતાના અભિયાનમાં સંઘષ વિરામની જાહેરાત કરવાથી ઈન્કાર કર્યો છે. આંતરિક મંત્રી રહેમાન મલિકે કહ્યું છે કે, આ સમયગાળામાં આતંકવાદીઓએ અગાઉથી કરવામાં આવેલા વાયદાઓને પૂર્ણ ન કર્યા.
મલિકે જાહેરાત કરી કે, સુરક્ષા ટુકડી તાલિબાન વિરુદ્ધ પવિત્ર રમજાન માસમાં પણ તાલિબાન વિરુદ્ધ અભિયાન જારી રાખશે. રમજાનને શાંતિનો મહીનો માનવામાં આવે છે.
તેમની ટિપ્પણીઓનું મહત્વ એટલા માટે છે કારણ કે, પાકિસ્તાની સેના તાલિબાન અને અલકાયદા વિરુદ્ધ તેના ગઢ સૈક્રિસ્તાનમાં કાર્યવાહી કરવા માટે તૈયાર છે જ્યારે સ્વાત, દીર અને બુનેરમાં તે તેની વિરુદ્ધ અભિયાન જારી રાખીને બેઠી છે.
મંત્રીએ સંઘર્ષમાં સંક્ષિપ્ત વિરામથી પણ ઈંકાર કર્યો. જો કે, ઉત્તરી વજીરિસ્તાનમાં હાફિજ ગુલ બહાદુરના નેતૃત્વવાળા શકિતશાળી તાલિબાન ધડાએ રમજાન માટે 40 દિવસ માટે એકતરફા સંઘર્ષ વિરામ જાહેર કરી દીધો અને પોતાના લડાકુથી સુરક્ષા ટુકડી અને સરકારી પ્રતિષ્ઠાનો પર હુમલો બંધ કરવા માટે કહ્યું.