અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાની લોકપ્રિયતાનો ગ્રાફ ઘટીને 52 ટકા પહોંચી ગયો છે.
ગૈલપ પોલે પોતાના નવીનતમ રાષ્ટ્રીય જનસર્વેક્ષણમાં આ માહિતી આપી છે. આ અગાઉ જુલાઈમાં શરૂમાં તે ઘટીને 60 ટકા પહોંચી ગયો હતો.
લાગી રહ્યું છે કે, આ પડતીનું કારણ ઓબામાની ચિકિત્સા નીતિ છે જેના પ્રસ્તાવો પર હાલના સમયે ચર્ચાઓ ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, જનતાને તેની વિરુદ્ધ સમજવવામાં વિપક્ષ ભારે પડી છે.
ગૈલપના અનુસાર રાષ્ટ્રપતિ બરાક ઓબામાની હાલની લોકપ્રિયતા રેટિંગ રવિવારે સમાપ્ત થયેલી સાત દિવસની અવધિ દરમિયાન 52 ટકા રહી જે તેના પૂર્વવર્તી સપ્તાહમાં 54 ટકા હતી. જુલાઈના શરૂમાં તે 60 ટકા હતી જે સમગ્ર માસ દરમિયાન યથાવત રહી.