મોહમ્મદ અલી ઝીણા પર જસવંત સિંહના લખેલા પુસ્તક પર ભારતમાં મંડરાઈ રહેલા રાજનીતિક વિવાદ વચ્ચે પોતાના આ પુસ્તકને પ્રમોટ કરવા માટે ભારતના ભૂતપૂર્વ ભાજપા નેતા ગુરૂવારે પાકિસ્તાન આવી રહ્યાં છે.
પાકિસ્તાન પ્રવાસમાં સિંહ ઇસ્લામાબાદ અને કરાચી જશે. આ પ્રવાસના આયોજનથી જોડાયેલા એક વ્યક્તિએ જણાવ્યું કે, સુરક્ષા કારણોથી સિંહના કાર્યક્રમને ખુબ ચર્ચિત કરવામાં આવ્યો નથી અને તેમાં હાજર થવા માટે અમુક પસંદગીના લોકોને જ આમંત્રણ પાઠવામાં આવી રહ્યાં છે.
‘મિસ્ટર બુક્સ’ ના નિર્દેશક મોહમ્મદ યુસૂફે કહ્યું કે, સિંહ ઈસ્લામાબાદ ક્લબમાં 27 ઓગસ્ટની સાંજે પોતાના વિચાર રાખશે. ‘મિસ્ટર બુક્સ’ ઇસ્લામાબાદનો ચર્ચિત બુક સ્ટોર છે અને તે ભૂતપૂર્વ ભાજપા નેતાના કાર્યક્રમની મેજબાની કરી રહ્યો છે. બાદમાં સિંહ એક કલાક માટે પોતાની પુસ્તક ‘ જિન્ના’ ઇંડિયા પાર્ટિશન ઇંડીપેંડેંસ’ ની કોપીઓ પર હસ્તાક્ષર કરશે.
યૂસૂફે કહ્યું 'સિંહની પુસ્તકને પાકિસ્તાન લાવનારા અમે પ્રથમ બુક સ્ટોર છીએ અને તેનું વેચાણ જોરદાર થઈ રહી છે. અગાઉથી જ પુસ્તકની 500 થી વધૂ કોપીઓ વેચાઈ ચૂકી છે.