સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » મુશર્રફે નજીકના સહાયકોને દુબઈ બોલાવ્યાં
 

ભૂતપૂર્વ સૈન્ય શાસક પરવેજ મુશર્રફે પોતાની ભવિષ્યની રાજનૈતિક મહત્વાકાંક્ષા પર ચર્ચા કરવા માટે પોતાના નજીકની સહાયકોને દુબઈ બોલાવ્યાં છે. મુશર્રફ હાલ વિદેશમાં રહી રહ્યાં છે અને જો તે પાકિસ્તાન પરત ફરે છે તો તેમને સંભાવિત ધરપકડનો સામનો કરવો પડી શકે છે.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના આગામી થોડા દિવસોની અંદર લંડનથી દુબઈ આવવાની સંભાવના છે. મુશર્રફના નજીકના સૂત્રોના હવાલેથી આજે આ માહિતી મળી છે.

સૂત્રોના અનુસાર મુશર્રફે પોતાના નજીકના રાજનૈતિક સહાયકને દુબઈ બોલાવ્યાં છે. ‘‘મુશર્રફે લંડનમાં ટોચના અધિકારીઓના એક સમૂહ સાથે બેઠક કરી અને ભવિષ્યની પોતાની રાજનૈતિક મહાત્વાકાંક્ષાઓ પર તેમની સાથે ચર્ચા કરી કારણ કે, આ વર્ષે નવેમ્બરમાં તેમની રાજનૈતિક ગતિવિધિઓ પર લાગેલો બે વર્ષનો અંકુશ સમાપ્ત થઈ રહ્યો છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા વર્ષ 2007 માં લગાડવામાં આવેલી કટોકટીને અસંવૈધાનિક ગણાવવામાં આવ્યા બાદથી ભૂતપૂર્વ પાકિસ્તાની રાષ્ટ્રપતિ કાયદાકિય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
સંબંધિત જાણકારી શોધો