બલૂચિસ્તાનની કોર્ટમાં મંગળવારે દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પરવેજ મુશર્રફ વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે.
બલૂચ નેશનલિસ્ટ પાર્ટીના નેતા નવાબ અકબર બુગ્તીના પુત્ર નવાબજાદા જમીલ અકબર બુગ્તી દ્વારા દાખલ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, બુગ્તીની હત્યામાં મુશર્રફ અને તેમના સહયોગીઓ પર પોલીસમાં હત્યાનો મામલો દાખલ કરવામાં આવે.
અરજીમાં ભૂતપૂર્વ ગૃહ મંત્રી આફતાબ અહમદ ખાન, ભૂતપૂર્વ વડાપ્રધાન શૌકત અજીજ અને બલૂચિસ્તાનના ભૂતપૂર્વ ગવર્નર ઓવાયસ અહમદ ગની પર પણ કેસ દાખલ કરવાની માગણી કરવામાં આવી છે.
કેસ પર ન્યાયાધીશે બલૂચિસ્તાનના પોલીસ પ્રમુખને નોટીસ આપતા કેસની સુનાવણી માટે આગામી તારીખ બે સપ્ટેમ્બર નક્કી કરી છે.
વર્ષ 2006 ની 26 ઓગસ્ટના રોજ બુગ્તી ડેરા બુગ્તીમાં પોતાના કેટલાક અન્ય મિત્રો સાથે સૈન્ય અભિયાનમાં મૃત્યુ પામ્યાં હતાં. સૈન્ય અભિયાનનો આદેશ મુશર્રફે આપ્યો હતો.